GENERAL INFORMATION

સામાન્ય  નિયમો અને જાણકારી

૧ .  કોલેજના શિસ્ત અંગેના બધા નિયમોનું પાલન કરવું દરેક વિદ્યાર્થી માટે ફરજીયાત છે. ગેરશિસ્ત આચરનારનો પ્રવેશ રદ કરવામાં આવશે.

૨. કોલેજ કેમ્પસનું પર્યાવરણ જળવાય તે માટે કોલેજમાં સ્વચ્છતા, શિસ્ત અને શૈક્ષણિક બાબતોને જાળવવી અને વિકસાવવી તેમજ સંસ્થાની ગરિમા જળવાઇ રહે તેને અનુરૂપ વર્તાવની વિદ્યાર્થીની ફરજ બની રહેશે.

3. કોલેજના વિદ્યાર્થીઓને આપવાની બધી જ સૂચના નોટીસ બોર્ડ તથા કોલેજ વેબસાઇટ પર મૂકવામાં આવે છે. તેથી વિદ્યાર્થીએ નોટીસ બોર્ડ ઉપર રોજ રોજ મુકાતી વિવિધ સૂચનાઓ વાંચી લેવાની તકેદારી રાખવી. મુકેલી નોટીસ ન વાંચવાને કારણે વિદ્યાર્થીને કોઈ નુકશાન થશે, તો તેની જવાબદારી જે તે વિદ્યાર્થીની રહેશે.

૪. કોલેજમાં થીયરી તથા જે તે વિષયના પ્રેકટીકલમાં નિયમીત હાજરી આપવાની રહેશે. પૂરતી હાજરી નહીં હોય તો ટર્મ ગ્રાન્ટ કરવામાં આવશે નહીં.

૫. સેમેસ્ટર પધ્ધતિમાં દરેક સેમ.માં એક જનરલ યુનિટ ટેસ્ટ લેવામાં આવશે. જેમાં દરેક વિષયમાં પાસ થવા ૩૦માંથી ૧૨ ગુણ મેળવવા ફરજીયાત છે. આંતરિક ગુણાંકનની ગણતરીમાં કોલેજ દ્વારા લેવાનાર પરીક્ષાના ગુણ (૨૦), સેમિનાર (૫) અને એસાઇન્ટમેન્ટ (૫)ના ગુણ ધ્યાને લેવાશે. દરેક વિદ્યાર્થીએ સેમિનાર અને એસાઇન્ટમેન્ટ આપવા ફરજીયાત છે. એસાઇમેન્ટ ન આપનાર વિદ્યાર્થીઓને શૂન્ય ગુણ મળશે, આંતરિક પરીક્ષામાં ન બેસનાર કે નાપાસ થનાર માટે રીટેસ્ટની કોઇ જોગવાઇ નથી.

૬. દરેક સત્રના અંતે સેમેસ્ટરની યુનિવર્સિટી પરીક્ષા લેવાશે. જેમાં દરેક વિષયમાં પાસ થવા ૭૦માંથી ૨૮ ગુણ લાવવા ફરજીયાત છે. જનરલ યુનિટ ટેસ્ટમાં નાપાસ થનારને આંતરિક અને બાહ્ય બન્ને પરીક્ષા આપવાની રહેશે.

 પ્રથમ સેમેસ્ટરમાં નાપાસ થનાર વિદ્યાર્થી છેક ચોથા સેમેસ્ટર સુધી જઇ શકશે. પરંતુ પાંચમા સેમેસ્ટરમાં જવા વિદ્યાર્થીએ પ્રથમ સેમેસ્ટર પાસ કરવું ફરજીયાત છે. છઠ્ઠા સેમેસ્ટરમાં જવા બીજુ સેમેસ્ટર પાસ કરવું ફરજીયાત છે. છેલ્લા સેમેસ્ટરની માર્કસીટ ત્યારે જ મળશે જ્યારે વિદ્યાર્થીએ બધા સેમેસ્ટર પાસ કર્યા હશે. (યુનિ.ના જે તે વખતના નિયમોને આધિન) નવી સી.બી.સી.એસ. પધ્ધતિમાં ગ્રેડીંગ અને પોઇંટ પધ્ધતિ નીચે મુજબ રહેશે.

Grade : 90-99 - 'O', 80-89 'A', 70-79 'B', 60-69 'C', 50-59 'D', 40-49 'E', Less than 40 'F' (જ્યાં Grade 'F' હશે ત્યાં વિદ્યાર્થી નાપાસ ગણાશે અને તેની પરીક્ષા આપવાની રહેશે.)

Grade Point : 90-90 (10), 80-89 (9), 70-79 (8), 60-69 (7), 50-59 (6), 40-49(5), Less than 40 (4)

૭.ઇન્ટરનલ માર્કસમાં વિદ્યાર્થીને પોતાના ગુણથી સંતોષ ન થાય તો તે માટે સેમ-૧ થી ૪માં ગુણ ચકાસણી અને સેમ ૫-૬માં પૂનઃ મૂલ્યાંકન વ્યવસ્થા છે. આ માટે નિયત ફી ભરવાની રહેશે.

કોલેજ કે યુનિવર્સિટીની પરીક્ષા દરમ્યાન કોઇ વિદ્યાર્થીએ પોતાની પાસે કિંમતી સામાન કે મોબાઇલ ફોન રાખવો નહિ. પરીક્ષા દરમિયાન મોબાઇલ કે કીંમતી સામાન ગુમ કે ચોરી થાય તો તેની જવાબદારી જે તે વિદ્યાર્થીની રહેશે. આ અંગેની કોઇપણ જવાબદારી કોલેજની રહેશે નહીં. આ અંગેની કોઇપણ ફરિયાદ ધ્યાને લેવામાં આવશે નહીં.

યુનિવર્સિટી કે કોલેજ પરીક્ષા દરમ્યાન કોઇપણ વિદ્યાર્થી ગેરશિસ્ત કરતો પકડાશે તો તેની સામે ફોજદારી કરવામાં આવશે તેમજ તેનો પ્રવેશ રદ કરવામાં આવશે.

૮. તમાકુ કે કોઇપણ પ્રકારના મસાલા ગુટકા, કેફી પદાર્થો વગેરેનું સેવન કરવું કે કોલેજ કેમ્પસમાં મોબાઇલ રાખવો પ્રતિબંધ છે અને તે વિદ્યાર્થી શિક્ષાને પાત્ર બનશે.

૯. નોકરી કે વ્યવસાય કરનાર વિદ્યાર્થીએ પ્રવેશ-ફોર્મની સાથે તેમની નોકરી કે વ્યવસાય અંગેની સંપૂર્ણ વિગતો દર્શાવતો પત્ર જોડવાનો રહેશે. નોકરી કરનાર પ્રવેશાર્થીએ તેને નોકરી રાખનારની લેખિત સંમતિનો પત્ર પણ જોડવાનો રહેશે. કોલેજમાં પ્રવેશ લીધા પછી પણ કોલેજના સમય બહારની કોઇ નોકરી કે કામગીરી સ્વીકારતાં પહેલાં આચાર્યશ્રીને પણ જાણ કરવી ફરજીયાત છે. કોલેજના સમય દરમ્યાન નોકરી કરનાર વિદ્યાર્થીનો પ્રવેશ રદ થશે.

 ૧૦  દરેક  વિદ્યાર્થીએ અને એસ.એસ. કે સ્પોર્ટસમાં ફરજીયાત જોડાવવાનું રહેશે.

૧૧. કોલેજના સમય દરમ્યાન ક્લાસો ચાલુ હોય ત્યારે કોઈપણ વિદ્યાર્થીઓએ પોતાની ક્લાસ સિવાય અન્ય જગ્યાએ લોબીમાં ફરવું /બેસવું  નહિં. લોબીમાં ચાલુ કલાસે ફરનાર  વિદ્યાર્થી દંડને પાત્ર થશે.

૧૨. પોતાનું વાહન યોગ્ય સ્થાને જ પાર્કીંગ કરવાનું રહેશે. અન્યથા દંડને પાત્ર થશે.

 ૧૩. અંગ્રેજી મુખ્ય વિષય રાખનાર વિદ્યાર્થીએ Scope ની પરીક્ષા આપવાની રહેશે.

૧૪. કોલેજમાં રેગીંગની પ્રવૃત્તિનો ફોજદારી ગુનો લાગુ પડશે. કોઇપણ વિદ્યાર્થીએ આવી પ્રવૃત્તિમાં સામેલ થવું નહિ. સૂચનાનો ભંગ કરનાર સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.

૧૫. કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીએ ઓળખપત્ર હંમેશા સાથે રાખવું પડશે. ઓળખપત્ર સિવાય કોલેજમાં પ્રવેશ પ્રતિબંધિત છે.

૧૬. ધો. ૧૨ સામાન્ય પ્રવાહના પરિણામ બાદ બીજા દિવસથી પ્રથમ વર્ષ બી.એ.માં પ્રવેશ કામગીરી શરૂ થશે. કોલેજના જરૂરિયાત મુજબ ઉચ્ચ ગુણાંકન પ્રાપ્ત વિદ્યાર્થીઓને સીધો પ્રવેશ આપવામાં આવશે. જેની જાણ નોટીસ બોર્ડમાં કરવામાં આવશે. બાકીના વિદ્યાર્થીઓ ફોર્મ કોલેજમાં જમા થશે અને તેમાંથી મેરીટના ધોરણે પ્રવેશ મળશે. મેરીટ યાદી કોલેજની વેબસાઇટ અને નોટીસ બોર્ડમાં મૂકાશે.

૧૭. કોલેજમાં અધ્યાપકો અને ડિવીઝનની સંખ્યા જોતાં જે તે વિષયમાં વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ મળશે. જે તે વિષયમાં નિયત વિદ્યાર્થી સંખ્યા ભરાઇ જતાં તે વિષયમાં પ્રવેશ બંધ થશે.

૧૮. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના અન્વયે વર્ષ દરમિયાન નીચે પ્રમાણેની શિબિરોનું આયોજન થતું હોય છે. તેમાં ભાગ લઇ શકાશે. (આ પ્રકારની કોઇક શિબિરનું આયોજન આપણી કોલેજમાં પણ થતું હોય છે.)

૧. વાંચન

ર. મહિલા કાનૂન (ફક્ત બહેનો માટે)

3. અભિવ્યક્તિ તાલીમ

૪. સંસદીય પ્રણાલી તાલીમ

૫  યીગાસન તાલીમ

૬  માનવવિઘા અભિજ્ઞતા

૭  વિજ્ઞાન અભિજ્ઞતા

૮ . નાટ્ય તાલીમ

૯ વ્યક્તિત્વ વિકાસ અને કારકિર્દી આયોજન

૧૦ વક્તૃત્વ તાલીમ

૧૧. વાણિજ્ય વ્યવસાય નિર્દેશન

૧૨ સંગીત 

૧૩. કોમ્પ્યુટર પરિચય

૧૪ નિયુદ્ધ તાલીમ (ફક્ત બહેનો માટે )


બોર્ડ ઓફ એકટ્રામ્યુરલ સ્ટડીઝ આયોજિત શિબિર (દિન-૩)


૧  ઇન્ટરવ્યુ માર્ગદર્શન

વ્યવસાયલક્ષી માર્ગદર્શન અને કારકિર્દી આયોજન

માનવજાત  અભ્યાસ પધ્ધતિ

અભ્યાસ પધ્ધતિ તાલિમ

પૂરાતત્વ (ખોજ ) શિબિર 

N.S.S.ના ઉપક્રમ યોજાતી  શિબિર

રાષ્ટ્રીય સેવા યોજના દિવસની ઉજવણી   દિન-૧ 

યુવા નેતૃત્વ તાલિમ  દિન-૩

આચાર્યશ્રી તથા પ્રોગ્રામ ઓફિસર સેમિનાર   દિન-૨

આરોગ્ય અને આહાર જાગૃતિ   દિન-૨

કોમી સંવેદિતા. પ્રચાર-પ્રસાર જાગુતી  દિન ૨

વસ્તી શિક્ષણ / પરિવાર નિયોજન પ્રચાર તાલીમ    દિન-૨

નશીલા પદાર્થ સેવન (ડ્રગ્સ એડિક્ટ ) નાબૂદી    દિન-૨

N.S.S ડે નો પૂર્વ તાલીમ (રાજ્ય કક્ષા માટે )   દિન-૨


ગુજરાત સરકાર આયોજિત

૧ પેઇન્ટીંગ સ્પર્ધા

૨. નિબંધ સ્પર્ધા

3.વતૃત્વ સ્પર્ધા

૪.ગરબા-રાસ સ્પર્ધા

5.શૌર્યગીત સ્પર્ધા

૧૯. યુનિવર્સિટીનાં યુવક મહોત્સવમાં નીચેનાં વિષયોમાં સ્પર્ધા થતી હોય છે. જેમાં તમે ભાગ લઇ શકશો.

આંતર કોલેજ યુવક મહોત્સવ

સંગીત

૧. શાસ્ત્રીય કંઠચ સંગીત (હિંદુસ્તાની/કર્ણાટકી)

૨. તાલ-વાદ્ય સંગીત

3. સ્વર-વાદ્ય સંગીત

 ૪ હળવું કંઠચ સંગીત

૫. સમૂહગીત (ભારતીય)

લલિત કલા

૧. શીઘ્ર ચિત્ર સર્જન

2. કટાક્ષ ચિત્ર સર્જન

3. કલે મોડેલીંગ (માટીકામ)

૪. રંગોળી

સાહિત્ય

કાવ્ય પઠન 

પાદ પૂર્તિ

અભિવ્યક્તિ લક્ષી પ્રવૃત્તિઓ

ક્વીઝ

શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધા

નુંત્ય 

૧. સમૂહ નૃત્ય

૨. શાસ્ત્રીય નૃત્ય

3. એકપાત્રીય અભિનય

૪. મીમીક્રી

નાટ્ય કલા

૧.માઈમ 

૨ . સ્કીટ

3. એકાંકી

યુવા કૂચ 

૨૦. યુનિવર્સિટી દ્વારા આયોજિત નીચેની રમતીમાં વિવિધ સ્પર્ધાઓમાં તમે ભાગ લઇ શકશો.

૧. ચેસ 

૨. ટેબલ ટેનીસ

૩ . ક્રિકેટ

૪. બેડમીન્ટન

૫. હોકી

૬. તરણ

૭. કબડ્ડી

૮. ટેનીસ

૯. ખો-ખો

૧૦. બાસ્કેટ બોલ

૧૧. ખેલકૂદ

૧૨. વોલીબોલ

૧૩. હેન્ડબોલ

૧૪.જૂડો 

૧૫. ક્રોસકન્ટ્રી

૧૬. સોફ્ટબોલ

૧૭ . કુસ્તી

૧૮. ફૂટબોલ

૧૯. બોકસીંગ

૨૦.ભારતીલોન, શરીર સૌષ્ઠવ અને પાવર લીફટીંગ


NEWS AND EVENT

STUDENT NOTICE

IMPORTANT LINKS

online notice


ABOUT COLLEGE

This College has 8 acres campus with modern infrastructure, adequate facility and current enrolment in excess of 1500 students. Our College vision is to develop the institute into a world class learning centre with an excellent ambition for academic and research. 




B D COLLGE PATAN

FATIPAAL DARWAJA BAHAR,PATA,

PH.No. : (02766)222458

Mo.No:99740 89606,9825637956,9974265566

EMAIL : ptjainmandalacscollege@gmail.com

WEB SITE : www.pjmcollege.org

LOCATE US